Sanskrit STD 8 Sem 1 chepter 2  Chitrapadani – 2  चित्रपदानि – २

Table of Contents

ધોરણ : 8

વિષય : સંસ્કૃત

સેમેસ્ટર : 1

એકમ 2 चित्रपदानि २

એકમ : 2 : चित्रपदानि २  ( ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો –2 )

નમસ્કાર મિત્રો,


આજે આપણે चित्रपदानि २ “ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો – 2″  જોઈએ. જેમા વિવિધ ચિત્રો આપેલા છે અને તેની નીચે સંસ્કૃતમાં તેના વાક્યો આપેલા છે.


અહીં તમારે આ चित्रपदानि २ મા ચિત્રોની સાથે સાથે સર્વનામનો પણ અભ્યાસ કરવાનો છે.

સર્વનામ વિષે આપણે चित्रपदानि 1 મા વિગતવાર માહિતી મેળવી લીધી છે. જો તમારે જોવું હોય તો આગળની પોસ્ટ   चित्रपदानि 1 મા જઈને જોઈ શકો છો.

एते   આ બધા (નજીક),  ते  તે બધાં (દૂર) — પુલ્લિંગ બહુવચન

एते   આ બધાં (નજીક)

આપણી નજીક રહેલી કોઈ ત્રણ કે તેથી વધારે પુલ્લિંગ વસ્તુઓ દર્શાવવા માટે (બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) एते ( આ બધાં ) સર્વનામ વપરાય છે.

ते  તે બધાં (દૂર)

આપણાથી દૂર રહેલી કોઈ ત્રણ કે તેથી વધારે પુલ્લિંગ વસ્તુઓ દર્શાવવા માટે ( બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે)  ते  ( તે બધાં ) સર્વનામ વપરાય છે.

एते   આ બધાં (નજીક)  —–  ते  તે બધાં (દૂર)

  • एते गजा: ।   આ બધાં હાથીઓ છે.
  • ते गजा: । તે બધાં હાથીઓ છે.
  • एते शशका:।  આ બધાં સસલાં છે.
  • ते शशका:।   તે બધાં સસલાં છે.
  • एते हंसा: । આ બધાં હંસો છે.
  • ते हंसा: । તે બધાં હંસો છે.

एता: આ બધી  ( નજીક  ),    ता: તે બધી ( દૂર  )  — સ્ત્રીલિંગ બહુવચન

एता:   આ બધી (નજીક)

આપણી નજીક રહેલી કોઈ ત્રણ કે તેથી વધારે સ્ત્રીલિંગ વસ્તુઓ દર્શાવવા માટે (બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) एता:  (આ બધી)  સર્વનામ વપરાય છે.

ता:  તે બધી ( દૂર  )

આપણાથી દૂર રહેલી કોઈ ત્રણ કે તેથી વધારે સ્ત્રીલિંગ વસ્તુઓ દર્શાવવા માટે ( બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) ता: તે બધી ( દૂર  )  સર્વનામ વપરાય છે.

एता: આ બધી  ( નજીક  ),     ता: તે બધી ( દૂર)  

  • एता: मेषा: ।  આ બધી ઘેટીઓ છે .
  • ता: मेषा: ।  તે બધી ઘેટીઓ છે .
  • एता: महिला: ।  આ બધી મહિલાઓ ( સ્ત્રીઓ ) છે.
  • ता: बालिका: ।  તે બધી છોકરીઓ છે.
  • एता: चटका: ।  આ બધી ચકલીઓ છે.
  • ता: चटका: ।  તે બધી ચકલીઓ છે.

एतानि  આ બધાં ( નજીક ) ,   तानि  તે બધા ( દૂર ), — નપુંસકલિંગ બહુવચન

एतानि  આ બધાં ( નજીક )

આપણી નજીક રહેલી કોઈ ત્રણ કે તેથી વધારે નપુંસકલિંગ વસ્તુઓ દર્શાવવા માટે (બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે)  एतानि  (આ બધાં)  સર્વનામ વપરાય છે.

तानि  તે બધાં ( દૂર )

આપણાથી દૂર રહેલી કોઈ ત્રણ કે તેથી વધારે નપુંસકલિંગ વસ્તુઓ દર્શાવવા માટે ( બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે)  तानि તે બધાં ( દૂર )  સર્વનામ વપરાય છે.

एतानि  આ બધાં ( નજીક )     तानि  તે બધાં ( દૂર )

  • एतानि पुस्तकानि ।    આ બધાં પુસ્તકો છે.
  • तानि पुस्तकानि  ।    તે બધાં પુસ્તકો છે.
  • एतानि चित्राणि  ।    આ બધાં ચિત્રો છે.
  • तानि चित्राणि  ।     તે બધાં ચિત્રો છે.
  • एतानि पात्राणि  ।   આ બધાં વાસણો છે.
  • तानि पात्राणि  ।    તે બધાં વાસણો છે.

वयम्  અમે / આપણે બધાં ,   यूयम्  તમે બધાં  — સર્વલિંગી સર્વનામ

वयम्  અમે / આપણે બધાં

જયારે આપણે ત્રણ કે તેથી વધારે વ્યક્તિઓ  સમૂહમાં હોઈએ ( બહુવચન ) ત્યારે આપણી બધાની વાત કરવા માટે वयम्  ( અમે / આપણે બધાં ) સર્વનામ વપરાય છે.

यूयम्  તમે બધાં

આપણી સામેની ત્રણ કે તેથી વધારે વ્યક્તિની કોઈ પણ વાત કરવા માટે यूयम् (તમે બધાં) સર્વનામ વપરાય છે.

वयम्  અમે / આપણે બધાં ,     यूयम्  તમે બધાં

  • वयं शिक्षिका: ।  અમે / આપણે બધી શિક્ષિકાઓ છીએ.
  • यूयं सैनिका:  ।   તમે બધાં સૈનિકો છો.
  • वयं बालका:  ।   અમે બધાં છોકરાઓ છીએ.
  • यूयं बालका:  ।  તમે બધાં છોકરાઓ છો.
  • वयं महिला: । અમે બધી મહિલાઓ (સ્ત્રીઓ) છીએ.
  • यूयं बालिका:  ।   તમે બધી છોકરીઓ છો.

વિદ્યાર્થી મિત્રો,

મારી બધી જ પોસ્ટ જોવા માટે સૌથી ઉપર મોટા અક્ષરે Open Service લખેલું છે ત્યાં ક્લિક કરો. એટલે બધી જ પોસ્ટ આવશે. જે વાંચવી હોય તેને ક્લિક કરતાં તે ખૂલી જશે. આ રીતે બધી જ પોસ્ટ વાંચી શકાશે.

નીચે આપેલા વિવિધ Facebook, WhatsApp જેવા બટન દ્વારા તમારા મિત્રોને આ પોસ્ટ શેર પણ કરી શકો છો.

चित्रपदानि 1 પર જાવા માટે