Sanskrit STD 8 sem 1 chepter 1 ‘Chitrapadani 1’ चित्रपदानि १

Table of Contents

ધોરણ 8, સંસ્કૃત :  સેમેસ્ટર 1 ,

એકમ 1 चित्रपदानि

ધોરણ : 8

વિષય : સંસ્કૃત

સેમેસ્ટર : 1

એકમ : 1 : चित्रपदानि १ ( ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો –1 )

નમસ્કાર મિત્રો,
આજે આપણે चित्रपदानि १ “ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો – 1″  જોઈએ. જેમા વિવિધ ચિત્રો આપેલા છે અને તેની નીચે સંસ્કૃતમાં તેના વાક્યો આપેલા છે.

અહીં તમારે આ चित्रपदानि १ મા ચિત્રોની સાથે સાથે સર્વનામનો પણ અભ્યાસ કરવાનો છે.

સર્વનામ એટલે શું ?


નામને સ્થાને કે નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે.

  • પુલ્લિંગ શબ્દને સ્થાને વપરાય છે તે પુલ્લિંગ સર્વનામ,
  • સ્ત્રીલિંગ શબ્દને સ્થાને વપરાય છે તે સ્ત્રીલિંગ સર્વનામ,
  • નપુંસકલિંગ શબ્દને સ્થાને વપરાય છે તે નપુંસકલિંગ સર્વનામ,
  • કેટલાક સર્વનામ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એ ત્રણેય લિંગમાં એક જ સરખી રીતે  વપરાય છે તેને સર્વલિંગી  સર્વનામ કહે છે.


પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગની વધુ માહિતી જોવા માટે નીચની લિંક પર ક્લિક કરો.

Sanskrit // STD 8 // Sem 1 // Citrapadani 1

હવે આપણે વિવિધ સર્વનામનો અભ્યાસ કરીએ.

एष: આ (નજીક) ,   स: તે (દૂર) — પુલ્લિંગ એકવચન

Chitrapadani 1

एष:  ( આ ) :

આપણી નજીક રહેલી કોઈ એક પુલ્લિંગ વસ્તુ દર્શાવવા માટે (બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) एष: ( આ ) સર્વનામ વપરાય છે.

स:  ( તે ) :

આપણાથી દૂર રહેલી કોઈ એક પુલ્લિંગ વસ્તુ દર્શાવવા માટે ( બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે)  स: (તે) સર્વનામ વપરાય છે.

एष:  આ (નજીક) પુલ્લિંગ એકવચન

  • एष: शुक:।  આ પોપટ છે.
  • एष: श्वान:।  આ કૂતરો છે.
  • एष: गज:। આ હાથી છે.

स:  ( તે ) (દૂર) પુલ્લિંગ એકવચન

  • स: मयूर: ।   તે મોર છે.
  • स: सिंह: ।   તે સિંહ છે.
  • स: अश्व: ।  તે ઘોડો છે.

एषा આ (નજીક) ,    सा તે (દૂર)  —  સ્ત્રીલિંગ એકવચન


एषा  ( આ ) :

આપણી નજીક રહેલી કોઈ એક સ્ત્રીલિંગ વસ્તુ દર્શાવવા માટે  ( બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) एषा  ( આ ) સર્વનામ વપરાય છે.

सा  ( તે )  :

આપણાથી દૂર રહેલી કોઈ  એક સ્ત્રીલિંગ  વસ્તુ દર્શાવવા માટે (બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) सा (તે) સર્વનામ વપરાય છે.

एषा (આ) (નજીક) સ્ત્રીલિંગ એકવચન

  • एषा बालिका। આ છોકરી છે.
  • एषा उत्पीठिका।  આ ટેબલ છે.
  • एषा गीता।  આ ગીતા છે.


सा ( તે ) (દૂર) સ્ત્રીલિંગ એકવચન

  • सा प्रतिमा।  તે મૂર્તિ છે.
  • सा सञ्चिका।  તે ફાઈલ છે.
  • सा पूजा। તે પૂજા છે.

एतत् આ ( નજીક ), तत्  તે ( દૂર ) — નપુંસકલિંગ એકવચન


एतत्  ( આ ) :

આપણી નજીક રહેલી કોઈ એક  નપુંસકલિંગ વસ્તુ દર્શાવવા માટે  (  બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) एतत् ( આ ) સર્વનામ વપરાયય છે.

तत् ( તે )  :

આપણાથી દૂર રહેલી કોઈ એક નપુંસકલિંગ વસ્તુ દર્શાવવા માટે  (બીજા કોઈ વ્યક્તિ ને બતાવવા માટે) तत्  (તે) સર્વનામ વપરાય છે.

एतत् આ (નજીક) નપુંસકલિંગ એકવચન

  • एतत् वातायनम् । આ બારી છે.
  • एतत् पुस्तकम्  । આ પુસ્તક છે.
  • एतत् बसयानम्  । આ બસ છે.

तत्  તે  ( દૂર ) નપુંસકલિંગ એકવચન

  • तत् द्वारम् । તે દરવાજો છે.
  • तत् चित्रम् । તે ચિત્ર છે.
  • तत् विमानम् । તે વિમાન છે.

अहम् હું , त्वम्  તુ — સર્વલિંગી એકવચન

अहम् ( હું )

આપણી પોતાની કોઈ પણ વાત કરવા માટે अहम् ( હું ) સર્વનામ વપરાય છે.

त्वम् (તુ)

આપણી સામેની વ્યક્તિની કોઈ પણ વાત કરવા માટે त्वम् (તુ) સર્વનામ વપરાય છે.


अहम् હું ( પોતે જ ) સર્વલિંગી એકવચન

  • अहं शिक्षक: । હું શિક્ષક છું.
  • अहं बालिका । હું છોકરી છું.
  • अहं युवक: । હું યુવાન છું.


त्वम् તું ( સામેની વ્યક્તિ ) સર્વલિંગી એકવચન

  • त्वं छात्र: । તું વિદ્યાર્થી છે.
  • त्वं बालक: । તું છોકરો છે.
  • त्वं युवती । તું યુવતી છે.

વિદ્યાર્થી મિત્રો, મારી બધી જ પોસ્ટ જોવા માટે સૌથી ઉપર મોટા અક્ષરે Open Service લખેલું છે ત્યાં ક્લિક કરો. એટલે બધી જ પોસ્ટ આવશે. જે વાંચવી હોય તેને ક્લિક કરતાં તે ખૂલી જશે. આ રીતે બધી જ પોસ્ટ વાંચી શકાશે.

વિદ્યાર્થી મિત્રો,
તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચેની લિંક પર ક્લિક કરો. જેથી તમને કોઈ પ્રશ્ન હોય કે કઈ ન સમજાતું હોય તો પુછી શકો છો.

નીચે આપેલા વિવિધ Facebook, WhatsApp જેવા બટન દ્વારા તમારા મિત્રોને શેર પણ કરી શકો છો.