Sanskrit Gujarati Vyakaran – Vachan / वचन : एकवचन, द्विवचन, बहुवचन STD 8 – 9 – 10

સંસ્કૃત ગુજરાતી વ્યાકરણ – વચન STD 8 – 9 – 10

નમસ્કાર મિત્રો,

સંસ્કૃત ભાષા એ ભારતીય ભાષાઓની જનની છે. આપણી માતૃભાષા ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી જ ઉતરી આવેલી છે. એટલે સંસ્કૃત અને ગુજરાતી ભાષાનાં વ્યાકરણમાં ઘણી સમાનતા છે. અહીં આપણે એવો જ એક મુદ્દો છે વચન.

અહીં આપણે વચન એટલે શું, વચન કેટલાં છે, વચનો કઈ રીતે ઉપયોગ થાય છે તેની ચર્ચા કરીએ.

વચન એ ધોરણ 6 થી 12 સુધી બધા જ વિદ્યાર્થીઓને સમજવો ખૂબ જ જરૂરી વ્યાકરણનો એક અગત્યનો મુદ્દો છે.

વચન


સંસ્કૃત ભાષામાં ત્રણ વચન છે

  1. एकवचन – એકવચન (એ.વ.)
  2. द्विवचन –  દ્વિવચન  (દ્વિ.વ.)
  3. बहुवचन – બહુવચન (બ.વ.)

સંસ્કૃત ભાષામાં ત્રણ વચન છે. જ્યારે ગુજરાતી ભાષામાં બે જ વચન છે એકવચન અને બહુવચન. ગુજરાતી ભાષામાં દ્વિવચનને પણ બહુવચન જ ગણવામાં આવે છે.

एकवचन – એકવચન (એ.વ.)

જે શબ્દ દ્વારા એક જ વ્યક્તિ કે વસ્તુનો બોધ થતો હોય કે  માહિતી મળતી હોય તો તે શબ્દ એકવચનમાં છે એમ કહેવાય છે.

એક જ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, કે પદાર્થની  માહિતી આપવા માટે શબ્દનું એકવચનનું રૂપ વપરાય છે.

ઉદાહરણ તરીકે…

  • अहं शिक्षक: ।
  • હું શિક્ષક છું.
  • त्वं व्याकरणं पठसि
  • તું વ્યાકરણ શિખે છે.
  • वृक्षे काक: अस्ति।
  • વૃક્ષ પર કાગડો  છે.
  • बालक: मोदकं  खादति
  • બાળક લાડુ ખાય છે.

ઉપરનાં ઉદાહરણ જોતાં તમને ખ્યાલ આવ્યો હશે કે ઘાટાં શબ્દો એક જ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે પદાર્થની માહિતી આપે છે. તે એકવચન દર્શાવે છે.

द्विवचन –  દ્વિવચન  (દ્વિ.વ.)

જે શબ્દ દ્વારા ફક્ત બે જ વ્યક્તિઓ કે વસ્તઓનો બોધ થતો હોય કે  માહિતી મળતી હોય તો તે શબ્દ દ્વિવચનમાં છે એમ કહેવાય છે.

ફક્ત બે જ વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ, કે પદાર્થોની માહિતી આપવા માટે શબ્દનું દ્વિવચનું રૂપ વપરાય છે.

ઉદાહરણ તરીકે…

  • आवाम् दौ मित्रौ।
  • અમે બેય મિત્રો છીએ.
  • यूवाम् व्याकरणम् पठथ:
  • તમે બન્ને વ્યાકરણ શિખો છો.
  • बालकौ मोदकं खादत:
  • બે બાળકો લાડુ ખાય છે.

ઉપરનાં ઉદાહરણ જોતાં તમને ખ્યાલ આવ્યો હશે કે ઘાટાં શબ્દો ફક્ત બે જ વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પદાર્થોની માહિતી આપે છે. તે દ્વિવચન દર્શાવે છે.

સંસ્કૃત ભાષામાં ત્રણ વચન છે. જ્યારે ગુજરાતી ભાષામાં બે જ વચન છે એકવચન અને બહુવચન. ગુજરાતી ભાષામાં દ્વિવચનને પણ બહુવચન જ ગણવામાં આવે છે.

बहुवचन – બહુવચન (બ.વ.)

જે શબ્દ દ્વારા ત્રણ કે તેથી વધારે  વ્યક્તિઓ કે વસ્તઓનો બોધ થતો હોય કે  માહિતી મળતી હોય તો તે શબ્દ બહુવચનમાં છે એમ કહેવાય છે.

ત્રણ કે તેથી વધારે વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ, કે પદાર્થોની માહિતી આપવા માટે શબ્દનું બહુવચનું રૂપ વપરાય છે.

ઉદાહરણ તરીકે…

  • वयं छात्रा: ।
  • અમે બધા વિદ્યાર્થીઓ છીએ.
  • यूयं सैनिका: सन्ति।
  • તમે બધાં સૈનિકો છો.
  • बालका: मोदकं खादन्ति
  • બાળકો લાડુ ખાય છે.

ઉપરનાં ઉદાહરણ જોતાં તમને ખ્યાલ આવ્યો હશે કે ઘાટાં શબ્દો ત્રણ કે તેથી વધારે વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓ કે પદાર્થોની માહિતી આપે છે. તે બહુવચન દર્શાવે છે.


હવે આપણે સંસ્કૃત અને ગુજરાતી ભાષાશિક્ષણમાં વચન નો કઈ રીતે ઉપયોગ થાય છે તે જોઈએ :

 

વર્તમાનકાળ પરસ્મૈયપદનાં પ્રત્યયો

જે શબ્દ પાછળ मि (હું ) , सि (તું), ति (તે) પ્રત્યય લાગેલા હોય તે એકવચનમાં છે.

જે શબ્દ પાછળ  व: (અમે બે), थ: (તમે બે) त: (તેઓ બે) પ્રત્યય લાગેલા હોય તે દ્વિવચનમાં છે.

જે શબ્દ પાછળ  म: (અમે બધાં), (તમે બધાં) अन्ति (તેઓ બધાં) પ્રત્યય લાગેલા હોય તે બહુવચનમાં છે

પુરુષનાં પ્રકારો : પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજા પુરુષની વધુ માહિતી માટે…👇👇