Sanskrit Gujarati Vyakaran : Purush / पुरुष : पथम पुरुष, द्वितीय पुरुष, तृतीय पुरुष STD 8 – 9 – 10

સંસ્કૃત – ગુજરાતી વ્યાકરણ : પુરુષ : પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ

ધોરણ 8, 9, 10

વિષય : ગુજરાતી 8, 9, 10 , સંસ્કૃત 8, 9, 10

નમસ્કાર મિત્રો,

આપણા વ્યવહારમાં વિચારોના આદાન-પ્રદાન ઘણું મહત્વનું છે. આપણે એક-બીજા સાથે થતી વાતચીત સમજી શકીએ છીએ.

ભાષાશિક્ષણમાં આ વાત કોણ કરે છે, કોને કહે છે, કોના વિષે વાત કરે છે એ બાબત પુરુષ દ્વારા સમજી શકાય છે.

અહીં આપણે પુરુષ વિષે માહિતી મેળવીએ :

પુરુષ


પુરુષ ત્રણ છે :

  1. उत्तमपुरुष – प्रथम पुरुष – પહલો પુરુષ (પ.પુ.)
  2. मध्यमपुरुष – द्वितीय पुरुष – બીજો પુરુષ (બી.પુ)
  3. अन्यपुरुष – तृतीय पुरुष – ત્રીજો પુરુષ (ત્રી.પુ.)

उत्तमपुरुष – प्रथम पुरुष – પહલો પુરુષ (પ.પુ.)

આપણી વચ્ચે થતી વાતચીત દરમિયાન બોલનાર વ્યક્તિ કે પોતાના વિચારો કે માહિતીની રજૂઆત કરનાર વ્યક્તિ પ્રથમ પુરુષ કહેવાય છે. સંસ્કૃત ભાષામાં તેને उत्तमपुरुष કહે છે.

કોઈ પણ વાતચીત દરમિયાન બોલનાર વ્યક્તિ પ્રથમ પુરુષ છે.

બોલનાર વ્યક્તિ પ્રથમ પુરુષ  अस्मद्   ( હું ) સર્વનામના એકવચન , દ્વિવચન અને બહુવચના વિવિધ વિભક્તિરૂપો નીચે મુજબ છે.

अस्मद् ( હું ) એકવચનના વિભક્તિરૂપો :

अहम्  હું  माम् , मा મને  मया મારાથી  मह्यम् , मे મારા માટે  मत्  મારાથી मम, मे મારૂ  मयि  મારામાં

अस्मद् ( હું ) દ્વિવચનના વિભક્તિરૂપો :

आवाम्  અમે બે आवाम्, नौ અમને બેને आवाभ्याम् અમારા બેથી आवाभ्याम् , नौ અમારા બે માટે आवाभ्याम् અમારા બેથી  आवयो: , नौ અમારા બેનું आवयो: અમારા બેમાં

अस्मद् ( હું ) બહુવચનના વિભક્તિરૂપો :

वयम्  આપણે બધાં  अस्मान् , न: આપણને બધાંને अस्माभि: આપણાથી  अस्मभ्यम् , न: આપણા બધા માટે अस्मत् આપણામાથી अस्माकम्  , न: આપણું  अस्मासु આપણામાં

ઉદાહરણ તરીકે…

  • अहं शिक्षक: । હું શિક્ષક છું.
  • आवाम् छात्रौ।  અમે બે વિદ્યાર્થીઓ છીએ.
  • वयम् छात्रा: ।  આપણે વિદ્યાર્થીઓ છીએ.

ઉપરના ઉદાહરણ જોતાં ખ્યાલ આવી ગયો હશે કે ઘાટાં શબ્દો એ બોલનાર વ્યક્તિ માટે વપરાયાં છે જે પ્રથમ પુરુષ દર્શાવે છે.

मध्यमपुरुष – द्वितीय पुरुष – બીજો પુરુષ (બી.પુ)

આપણી વચ્ચે થતી વાતચીત દરમિયાન સાંભળનાર વ્યક્તિ કે બોલનાર વ્યક્તિની સામેની વ્યક્તિ દ્વિતીય પુરુષ કહેવાય છે. સંસ્કૃત ભાષામાં તેને મધ્યમ પુરુષ કહે છે

કોઈ પણ વાતચીત દરમિયાન સાંભળનાર વ્યક્તિ દ્વિતીય પુરુષ છે.

સાંભળનાર વ્યક્તિ દ્વિતીય પુરુષ  युस्मद्  ( તું ) સર્વનામના એકવચન , દ્વિવચન અને બહુવચના વિવિધ વિભક્તિરૂપો નીચે મુજબ છે.

  युष्मद् ( તું ) એકવચનના વિભક્તિરૂપો :

त्वम् તું  त्वाम्  , त्वा તને त्वया તારાથી  तुभ्यम् , ते તારા માટે त्वत्  તારાથી तव , ते તારું त्वयि  તારામાં

युष्मद् ( તું ) દ્વિચનના વિભક્તિરૂપો :

युवाम् તમે બે युवाम् , वाम्  તમને બેને  युवाभ्याम् તમારા બેથી युवाभ्याम्  , वाम्  તમારા બે માટે  युवाभ्याम्  તમારા બેથી  युवयो: , वाम તમારા બેનું  युवयो: તમારા બેમાં

युष्मद् ( તું ) બહુચનના વિભક્તિરૂપો :

यूयम् તમે બધાં  युष्मान्  , व:  તમને  युष्माभि: તમારાથી  युष्मभ्यम्  ,  व: તમારાં માટે  युष्मत्  તમારાથી युष्माकम्  , व: તમારૂં  युष्मासु  તમારામાં

ઉદાહરણ તરીકે…

  • त्वम् छात्र: । તું વિદ્યાર્થી છે.
  • युवाम् छात्रौ।  તમે બે વિદ્યાર્થીઓ છો.
  • यूयम् छात्रा: । તમે બધા વિદ્યાર્થીઓ છો.

ઉપરના ઉદાહરણ જોતાં ખ્યાલ આવી ગયો હશે કે ઘાટાં શબ્દો એ  સાંભળનાર વ્યક્તિ માટે વપરાયાં છે જે દ્વિતીય પુરુષ દર્શાવે છે.

अन्यपुरुष – तृतीय पुरुष – ત્રીજો પુરુષ (ત્રી.પુ.)

કોઈ પણ વાતચીત દરમિયાન બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ જે અન્ય વ્યક્તિની વાતચીત કરતાં હોય તે અન્ય વ્યક્તિ  ત્રીજો પુરુષ કહેવાય છે. તેને સંસ્કૃત ભાષામાં अन्यपुरुष કહે છે.

જેની વાતચીત થતી હોય કે જેના વિષે વાતચીત થતી હોય તે ત્રીજો પુરુષ છે.

અન્ય પુરુષ तद् ( તે  ) પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ  સર્વનામના એકવચન , દ્વિવચન અને બહુવચના વિવિધ વિભક્તિરૂપો નીચે મુજબ છે.

तद्  ( તે ) પુલ્લિંગના એકવચનના વિભક્તિરૂપો :

स:  તે  तम्  તેને  तेन  તેનાથી  तस्मै  તેના માટે  तस्मात्   તેમનાથી तस्य  તેનું  तस्मिन्  તેનામાં

तद्  ( તે ) પુલ્લિંગના દ્વિવચનના વિભક્તિરૂપો :

तौ તેઓ બે  तौ તેઓ બેને  ताभ्याम् તેઓ બેથી  ताभ्याम् તેઓ બે માટે  ताभ्याम्  તેઓ બેથી तयो: તેઓ બેનું  तयो: તેઓ બેમાં 

तद्  ( તે ) પુલ્લિંગના બહુવચનના વિભક્તિરૂપો :

ते તેઓ બધા  तान्  તેમને  तै: તેમનાથી   तेभ्य: તેમના માટે  तेभ्य: તેમનાથી  तेषाम्  તેમનું तेषु   તેમનામાં

ઉદાહરણ તરીકે…

  • स: छात्र: । તે વિદ્યાર્થી છે.
  • तौ छात्रौ।  તે બે વિદ્યાર્થીઓ છો.
  • ते छात्रा: । તેઓ બધા વિદ્યાર્થીઓ છો.

ઉપરના ઉદાહરણ જોતાં ખ્યાલ આવી ગયો હશે કે ઘાટાં શબ્દો એ બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ જેના વિષે વાત કરે છે તે અન્ય વ્યક્તિ માટે વપરાયાં છે જે તૃતીય પુરુષ દર્શાવે છે.

એકવચન, દ્વિવચન અને બહુવચનની માહિતી માટે …👇👇