STD 10 sanskrit chepter – 1 SAM VADADHWAM सं वदध्वम् १

Sanskrit STD 10 , SAM VADADHWAM १ सं वदध्वम्


નમસ્કાર મિત્રો,


ભારતીય સંસ્કૃતિમાં સ્તુતિ અને પ્રાર્થના ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. અહીં કેટલાક વેદમંત્રો આપેલા છે. જેમાં સમાજ તથા દેશના કલ્યાણની શુભકામના વ્યક્ત કરી છે.

मन्त्र १ ‘ सं वदध्वम् …. ‘ (  ऋग्वेदे 10.191.2 )

सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् ।
देवा भागं यथा पूर्वे सं जानाना उपासते ॥ 1 ॥

शब्दार्थ :

पूर्वे  પહેલાં  यथा  જેમ    सं जानाना  સારી રીતે જાણતા देवा:  દેવોએ भागम्  યજ્ઞમાંથી મળતો પોત-પોતાનો ભાગ  उपासते  પ્રેમથી સ્વીકાર્યો હતો (તેમ તમે બધાં) सम् गच्छध्वम् સાથે ચાલો, सम् वदध्वम्  સાથે બોલો व: मनांसि તમારા બધાનાં મન  सम् जानताम् એક સરખા બની રહો.

अनुवाद :

પહેલાં જેમ  સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળતો પોત-પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો (તેમ તમે બધાં) સાથે ચાલો, સાથે બોલો અને તમારા બધાનાં મન એક સરખા બની રહો.

मन्त्र 2 विश्वानि देव… ( यजुर्वेद 30.3 )

विश्वानि देव सवितर्दुरितानि परा सुव  ।
यद्भद्रं तन्नડ आ सुव॥ 2 ॥

सन्धि :

सवितर्दुरितानि = सवित: + दुरितानि
यद्भद्रं = यद् (यत्) + भद्रम्
तन्नડ = तद् + न:

शब्दार्थ :

देव सवित:  હે સૂર્ય દેવ,  विश्वानि दुरितानि અમારા બધાં દુર્ગુણોને परा सुव દૂર કરો. यद् भद्रम्     જે કંઈ શુભ હોય तद् न: તે અમને आ सुव પ્રાપ્ત કરાવો.

अनुवाद :

હે સૂર્ય દેવ, અમારા બધાં દુર્ગુણોને દૂર કરો. અને જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો.

मन्त्र 3 अनुव्रत: पितु: … ( अथर्ववेद 3.30.2 )

अनुव्रत: पितु: पुत्रो मात्रा भवतु संमना: ।
जाया पत्ये मधुमतीं वाचं वदतु शान्तिवाम् ॥

शब्दार्थ :

पुत्र: પુત્ર पितु: પિતાના  अनुव्रत: વ્રતની પાછળ ચાલનારો मात्रा માતાની સાથે संमना: સમાન વિચારવાળો भवतु થાઓ  जाया પત્ની पत्ये પોતાના પતિની સાથે मधुमतीम् મધુર शान्तिवाम्  શાંતિપૂર્ણ  वाचम् વાણીમાં वदतु બોલો

अनुवाद :

પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાઓ. પત્ની પોતાના પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલો.

मन्त्र 4 सर्वे भवन्तु सुखिनः

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दु:खभाग् भवेत् ॥

शब्दार्थ :

सर्वे સર્વ લોકો  सुखिनः સુખી भवन्तु થાઓ  सर्वे સૌ निरामयाः નીરોગી सन्तु થાઓ सर्वे સૌ भद्राणि મંગલ ભાવનાઓ पश्यन्तु જુઓ कश्चित् કોઈ પણ માનવ दु:खभाग् દુઃખી मा भवेत् ન થાઓ

अनुवाद :

સર્વ લોકો સુખી થાઓ, સૌ નીરોગી થાઓ,
સૌ મંગલ ભાવનાઓ જુઓ, કોઈ પણ માનવ દુઃખી ન થાઓ.

मन्त्र 5 काले वर्षतु पर्जन्य:

काले वर्षतु पर्जन्य: पृथिवी सस्यशालिनी ।
देशोડयं क्षोभरहितो मानवा: सन्तु निर्भया:  ॥

सन्धि :

देशोડयं = देश: + अयम्

शब्दार्थ :

पर्जन्य: વરસાદ  काले યોગ્ય સમયે  वर्षतु  વરસો पृथिवी  ધરતી सस्यशालिनी ધાન્યથી સંપન્ન  થાઓ अयम्  આ देश: દેશ क्षोभरहित: ઉદ્વેગ રહિત થાઓ  मानवा: બધાં માનવો  निर्भया: નિર્ભય सन्तु  બનો

अनुवाद :


વરસાદ યોગ્ય સમયે વરસો;  ધરતી ધાન્યથી સંપન્ન  થાઓ;  આ  દેશ ઉદ્વેગ રહિત થાઓ ; બધાં માનવો નિર્ભય બનો.

વિદ્યાર્થી મિત્રો, મારી બધી જ પોસ્ટ જોવા માટે સૌથી ઉપર મોટા અક્ષરે Open Service લખેલું છે ત્યાં ક્લિક કરો. એટલે બધી જ પોસ્ટ આવશે. જે વાંચવી હોય તેને ક્લિક કરતાં તે ખૂલી જશે. આ રીતે બધી જ પોસ્ટ વાંચી શકાશે.

નીચે આપેલા વિવિધ Facebook, WhatsApp જેવા બટન દ્વારા તમારા મિત્રોને શેર પણ કરી શકો છો.